અનુસુચિત જનજાતિના તેજસ્વી કારકિર્દી ધરાવતા વિધાર્થીઓને વિદેશ અભ્યાસ માટે લોન

1
0 minutes, 0 seconds Read

અનુસૂચિત જનજાતિના તેજસ્વી કારકિર્દી ધરાવતા વિધાર્થીઓને વિદેશમાં વ્યવસાયલક્ષી અભ્યાસક્રમો માટે હળવા વ્યાજની લોન આપવાની યોજના અમલમાં મુકવામાં આવી છે.

પાત્રતાના ધોરણો

(૧) અરજદાર અનુસૂચિત જનજાતિનો હોવો જોઇએ.

(૨) અરજદારે હાયર સેકન્ડરી અથવા તેની સમકક્ષ પરીક્ષામાં વિશેષ યોગ્યતા પ્રાપ્ત હોય તેવા વિધાર્થીઓને લોન આપવામાં આવશે.

(૪) અરજદાર જે વિદેશની યુનિ.માં જવા માંગતો હોય તે યુનિ.માં મળેલ પ્રવેશ અંગેની વિગત આપવાની રહેશે.

(૫) વિદેશમાં અભ્યાસ કરવા માટેના સમયગાળા દરમિયાન વીઝા તથા પાસપોર્ટ મેળવી રજુ કરવાનો રહેશે.

(૬) આવી યોજનાઓનો લાભ કુટુંબમાંથી એક જ વ્યકતિને આપવામાં આવશે. આવક મર્યાદા ધ્યાનમાં આવશે નહિ.

(૭) આ યોજના હેઠળ ગુજરાત કે ભારતના જે અભ્યાસક્રમોની સવલત ઉપલબ્ધ ન હોય તેવા અભ્યાસક્રમો માટે જ લોન આપવામાં આવશે.

યોજનાના કાયદા/સહાયઃ

લોન મહતમ રૂ.૧૫ લાખ (પંદર લાખ)

પ્રક્રિયા

(૧) અરજદાર અનુસૂચિત જનજાતિનો ઉમેદવાર હોવા અંગેનો સક્ષમ અધિકારીશ્રીએ આપેલા જાતિના પ્રમાણપત્રની સ્વયંપ્રમાણિત/ખરી નકલ,

(૨) અરજદારે પસાર કરેલી મેટ્રીક્યુલેશન અથવા હાયર સેકન્ડરી અથવા તો ઇન્ડીયન સ્કુલ સર્ટીડીકેટ પરીક્ષાની માર્કશીટ તેમજ પ્રમાણપત્રની સ્વયં પ્રમાણિત/ખરી નક્લ

(૩) સ્કુલ લીવીંગ સર્ટીફીકેટની ઝેરોક્ષ નકલ

(૪) લાભાર્થીએ બે સધ્ધર જામીનો રજુ કરવાના રહેશે અને તેઓના રૂા.૫૦/-ના સ્ટેમ્પ પેપર ઉપર મમલતદારશ્રી/નોટરી રૂબરૂ સોગંદનામુ કરાવાનું રહેશે.

મિલકતના પુરાવા સહિત રજુ કરવા

(૧) લાભાર્થીનું પોતાનુ રૂા.૫૦/-ના સ્ટેમ્પ પેપર સોગંદનામુ કરાવી રજુ કરવું.

(૨) વિદેશ જતાં પહેલાં અરજદારે પાસસોર્ટ, સ્ટુડન્ટ વિઝા, વિદેશમાં યુનિમાં પ્રવેશ મળ્યા અંગેનો પત્ર વગેરે આધાર રજુ કરવાના રહેશે

(૩) આ યોજના હેઠળ અભ્યાસક્રમ માટે થનાર ખર્ચ સંસ્થા પાસેથી મેળવીને રજુ કરવના રહેશે,

(૪) આ યોજના હેઠળ લોન મેળવનાર અભ્યાસક્રમ પૂર્ણ કર્યાબાદ ભારતમાં તેની સેવાઓ ઓછામાં ઓછી પાંચ વર્ષ માટે આપવાની રહેશે.

(૫) ઇચ્છતા ઉમેદવારના કોઇ સગા સંબંધી

(૬) આવા અભ્યાસક્રમોમાં દાખલ વિદેશમાં રહેતા હોય તો તાલીમાર્થીને તેઓ દ્વારા નાણાકીય જવાબદરી માટે પુરસ્કૃત કરેલા હોવા

(૭) લાભાર્થીએ ઔ યોજના હેઠળ લોનની રકમ રીઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયા દ્વારા નિયત દરે ચુકવવામાં આવશે.

(૮) રીઝર્વ બેન્કની નિયમ અનુસારની મંજુરી લેવાની રહેશે.

અમલીકરણ કરતી કચેરી/એજન્સી/સંસ્થાઃ

• ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન, ગાંધીનગર અથવા જીલ્લા/તાલુકા વિભાગ ની કચેરી

Similar Posts

Comments

Comments are closed.