અનુસૂચિત જાતિની વ્યક્તિઓને તાલીમ આપનાર સીનીયર વકીલને માસિક ૫૦૦/- લેખે ત્રણ વર્ષ સુધી આપવામા આવે છે.
વકીલાતની તાલીમ શરૂ કરે તે પ્રથમ વર્ષોથી -પ્રથમ વર્ષે માસિક રૂ.૧૦૦૦/-,બીજા વર્ષે માસિક રૂ.૮૦૦/-,ત્રીજા વર્ષે માસિક રૂ.૬૦૦/- આપવામાં આવે છે.
નિયમો અને શરતો
(૧) ગુજરાત બાર કાઉન્સીલમાં નોંધણી કરાવ્યેથી બે વર્ષમાં અરજી કરવાની રહેશે.
(૨) સિનિયર વકીલ ઓછામાં ઓછા ૧૦ વર્ષથી વધુ સમયથી પ્રેક્ટીસ કરતા હવા જોઇએ.
( આ યોજનામાં આવકમર્યાદા નથી.
(૪) સિનિયર વકીલ વધુમા વધુ બે જુનીયર વકીલોને તાલીમ માટે રાખી શકશે.
(૫) તાલીમાર્થી જુનિયર વકીલોએ દર માસે સિનિયર વકીલ પાસે તાલીમ લીધા અંગેનું પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે.
(૬) અનુસૂચિત જાતિ પૈકીની અતિ પછાત જાતિના અરજદારો ઓછામાં ઓછા ૧૫ ટકા હોવા જોઇએ.
(૭) વકીલાતની તાલીમ જિલ્લા મથકે આપવાની રહેશે. તેમાં સુધારો કરી આ પ્રકારની તાલીમ તાલુકા મથકે પણ આપી શકાશે,
(૮) આ યોજનાનો લાભ એક વ્યક્તિને એક જ વખત મળવાપાત્ર રહેશે.
રજુ કરવાના ડોક્યુમેન્ટ
(૧) જુનિયર વકીલનું આધારકાર્ડ
(૨) જુનિયર વકીલનો જાતિનો દાખલો
(૩) જુનિયર વકીલનું શાળા છોડયાનું પ્રમાણપત્ર
(૪) થર્ડ એલ.એલ.બી.પાસ કર્યાની માર્કશીટ
(જુનિયર વકીલની સનદની અથવા એનરોલમેન્ટ નંબર-તારીખની નકલ
(૬) રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઇ
( જુનિયર વકીલનું બાર કાઉન્સીલનું ઓળખપત્ર
( બેંક પાસબૂક્ની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક (જુનિયર વીલના નામનું
(૯) સીનીયર વકીલનું આધાર કાર્ડ
(૧૦) સીનીયર વકીલની સનદની અથવા એનરોલમેન્ટ નંબર- તારીખની નકલ
(૧૧) સીનીયર વકીલનું બાર કાઉન્સીલનું ઓળખપત્ર
( સીનીયર વકીલ દશ વર્ષથી વધુ સમયથી પ્રેકટીસ કરે છે તે મતલબનું જે તે સીનીયરનું પ્રમાણપત્ર
(૧૩) સીનીયર વકીલના હાથ નીચે હાલમાં કેટલા જૂનિયર વકીલો તાલીમ લે છે,
તે અંગેની લેખિત વિગતો જે તે સીનીયર વકીલ પાસેથી લેખિતમાં મેળવેલ પત્રક
(૧૪) સીનીયર વકીલનું તાલીમ આપવા અંગેનું સંમતિ પત્રક
(૧૫) બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક (સિનીયર વકીલના નામનું)
કયા અરજી કરવી?
- જીલ્લા નાયબ નિયામકશ્રી, અનુસુચિત જાતિ કલ્યાણની કચેરી.