કારીગર વ્યાજ સહાય યોજના

0 minutes, 0 seconds Read

કારીગર વ્યાજ સહાય યોજના

રાજ્યના શહેરી અને ગ્રામ્ય વિસ્તારના આર્ટીઝન તરીકે નોંધાયેલા કારીગરોને

કાર્યકરી મૂડી માટે સરળતાથી ઓછા વ્યાજ દરે જરૂરિયાત મુજબના નાણામળે તે માટેની યોજના.

યોજનાનો હેતુ

ગુજરાત રાજ્યના હાથશાળ અને હસ્તકલાના કુટીર ઉધોગના કારીગરોને ધંધા વિકાસ માટે કાચો માલ ખરીદવા નાણાકીય મૂડીની જરૂરીયાત પડતી હોય છે.

આ નાણાંકીય જરૂરીયાત માટે કારીગરોએ નાણાકીય સંસ્થાઓ /ખાનગી ધિરાણકર્તા પર આધાર રાખવો પડે છે.

જેનો વ્યાજદર ઉચો હોવાથી વર્તમાન સમયમાં કુટિર ઉધોગના કારીગરો ને બજારમાં ટકી રહેવું મુશ્કેલ બન્યું છે.

આ સંજોગામાં ગુજરાત સરકારશ્રીના કુટિર અને ગ્રામોદ્યોગ હસ્મતકના ઇન્ડેકક્ષ-સી માં શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં આટીઝન તરીકે નોંધાયેલા કારીગરોને

કાર્યકારી મૂડી માટે સરળતાથી ઓછા વ્યાજે જરૂરીયાત મુજબના નાણા મળે તે માટે આ યોજના અમલમાં લાવવામાં આવેલ છે.

યોજનાની પાત્રના

૧. આયુ ૧૮ વર્ષ થી વધુ


૨. કારીગર વિકાસ કમિશનર હેન્ડલુમ, વિકાસ કમિશનર હેન્ડીક્ટ ઇન્ડેક્સ. સી દ્વારા અપાયેલ આર્ટીઝન તરીકે ઓળખપત્ર ધરાવતો હોવો જોઇએ.

૩.કારીગર હાથશાળ કે હસ્તકલાનો જાણકાર હોવો જાઈએ

૪. ખોડખાપણ ધરાવતા વિકલાંગ / અર્ધ કારગરો પણ બા ઘોજનાનો લાભ લઇ શકશે.

૫. આવક ની કોઈ મર્યાદા નથી .

લોનની મહતમ મર્યાદા

આ યોજનામાં લાભાર્થીને વાર્ષિક રૂ.૧ લાખની મહતમ મર્યાદામાં મશીનરી અથવા વર્કિંગ કેપિટલ અથવા બંને માટે ધીરાણ મળી શકે

કારીગર વ્યાજ સહાય યોજના સહાય ના ધોરણો :

(૧) મારજીન મની સહાય

આ યોજનામાં હેઠળ બેંક દ્વારા મંજુર થયેલ લોન ધિરાણ થયા બાદ નીચે મુજબ માર્જીન મની સહાય ચુકવવાની રહેશે.

માર્જીન મની સહાય

જનરલ કેટેગરી પુરુષ ૨૦%

અનામત કેટેગરી ૪૦%

અપંગ ૨૫%

૨. વ્યાજ સહાય

(૧) આ યોજના હેઠળ ૭ (સાત ટકાના દરે વ્યાજ સાથે મળવાવાપાત્ર થશે

જે સહાય દર ૬ મહિને બેંક તરફથી કલેઈમ મળ્યેથી લાભાર્થીના ખાતામાં જમા કરવાની રહેશે,

આ સહાય મહત્ત ત્રણ વર્ષ સુધી મળવાપાત્ર રહેશે.

(૨) વધુમાં વધુ ત્રણ વર્ષ સુધી નિયમીત બેંક નક્કી કરે તે મુજબ હપ્તા ભરનાર

લાભાથીને બેંકની ભલામણથી ફરીથી આ યોજના હેઠળ લાભ આપી શકશે

પરંતુ મહત્તમ ત્રણ વાર આ જ શરતો હેઠળ આ યોજનાનો લાભ મળી શકશે.

વ્યાજનો દર

રીઝર્વ બેંક દ્વારા નક્કીં કરવામાં આવેલ તે દરે બેંકો લોન માટે વ્યાજની અકારણી કરશેં.

અમલીકરણ એજન્સી

ગ્રામ્ય અને શહેરી વિસ્તારની તમામ અરજીનો માટે જે તે જિલ્લાના જિલ્લા ઉદ્યોગ કેન્દ્રનો સંપર્ક સાધવાનો રહે છે.

નાણાકીય સંસ્થાનો

(૧) રાષ્ટ્રીયકૃત બેંકો

(૨) તમામ પ્રાદેશિક ગ્રામીણ બેંકો

(૩) સહકારી બેંકો

(૪) પબ્લિક સેક્ટર બેંકો

(૫) ખાનગી બેંકો

કુટીર ઉદ્યોગના કારીગરો ને નવા કે ચાલુ ધંધાના વિકાસ માટે નીચે જણાવેલ હેતુ માટે નાણાકીય સગવડ મળી શકે છે.

(૧) કાચો માલ ખરીદવા (રફ )

(૨) સાધન ઓજારી અને મશીનરી ખરીદવા

લોન ની પરત ભરપાઈ

લોનના હપ્તા ધિરાણ આપ્યા બાદ બેંક નક્કી કરે તે પરમાણે શરુ કરવાના રહેશે

અરજી સાથે બીડવાના જરૂરી કાગળો/પુરાવાઓ

(૧) નિયત અરજી પત્રક ( બે નકલ માં)

(૨) પાસપોર્ટ સાઈઝ ના બે ફોટા

(૩) આધાર કાર્ડ

(૪) રેશન કાર્ડ

(૫) આરટીઝન કાર્ડ

(૬) જન્મની નોધણીનું પ્રમાણપત્ર

(૭) જો સાધન-ઓજાર ખરીદવાના હોય તો તેના ટીન/વેટ નંબરવાળા ભાવપત્રકો

(૮) સૂચિંત ધંધાના સ્થળ નો આઘાર

(૯) વીજળ વપરાશ કરવાનો હોય તો તેનો પુરાવો /સમતી પત્રક

અરજી ક્યાં કરવી ?

જીલ્લા ઉધોગ કેન્દ્રની કચેરીએ અરજી કરી શકો છો.

Similar Posts