કુંવરબાઈનું મામેરુ યોજના

2
0 minutes, 1 second Read

કુંવરબાઈનું મામેરુ સરકારી યોજના

કુંવરબાઈનું મામેરું યોજના
gujgovtjobs.com

કુંવરબાઈનું મામેરુ યોજના યોજનાનો હેતુ

અનુસુચિત જાતિની પુખ્ત વયની બે કન્યાના લગ્ન પ્રસંગે કુંવરબાઈ ના મામેરા યોજના હેઠળ રુ 10000/- ની સહાય આપવામા આવે છે.

નિયમો અને શરતો

આ યોજનાનો લાભ અનુસુચિત જાતિઓને જ મળવાપાત્ર છે.

આ યોજના મા વાર્ષિક આવકમર્યાદા ગ્રામ્ય વિસ્તારમાં રૂ.૧,૨૦,૦૦૦/- અને શહેરી વિસ્તારમાં રૂ /-૧,૫૦,૦૦૦ છે.

કુટુંબની બે (૨) પુખ્તવયની કન્યાના લગ્નપર્સંગ સુધી આ યોજનાનો લાભ મળવાપાત્ર છે.

પુનઃલગ્ન નાં કિસ્સા માં આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે નહિ.

કન્યાની વયમર્યાદા લગ્ન સમયે ૧૮ વર્ષ અને યુવકની વય મર્યાદા ૨૧ વર્ષ હોવી જોઈએ.

લગ્નના બે વર્ષની અંદર સહાય માટે અરજી કરવાની રહેશે .

સાત ફેરા સમુહ્ લગ્ન આયોજિત જીલ્લા માંથી કુવરબાઈનું મામેરું યોજનાની સહાય મળવાપાત્ર થશે.

કુંવરબાઈનું મામેરુ સરકારી યોજના રજુ કરવાના ડોક્યુમેન્ટ

કન્યાનું આધાર કાર્ડ

કન્યાનું ચુટણીકાર્ડ

કન્યાના પિતા / વાલીનું આધાર કાર્ડ

સક્ષમ અધિકારીશ્રી પાસેથી મેળવેલ યુવકની જાતિનો દાખલો ( જો હોઈ તો )

રહેણાંકનો પુરાવો ( વીજળી બીલ / લાઇસન્સ / ભાડાકરાર / ચૂંટણીકાર્ડ / રેશનકાર્ડ પૈકી કોઈ પણ એક )

કન્યાના પિતા /વાલીની વાર્ષિક આવકનો દાખલો

કન્યાની જન્મ તારીખનો આધાર ( એલ .સી. /જન્મ તારીખનો દાખલો / અભણ ના કિસ્સામાં ડોક્ટર નું પ્રમાણપત્ર )

વરની જન્મ તારીખનો આધાર ( એલ .સી. /જન્મ તારીખનો દાખલો / અભણ ના કિસ્સામાં ડોક્ટર નું પ્રમાણપત્ર )

લગ્ન નોધણી પ્રમાણપત્ર

કન્યાના પિતા / વાલીનું એકરારનામું

કન્યાના પિતા / વાલીનું બાહેંધરીપત્રક

જો પિતા હયાત ન હોય તો મરણનો દાખલો

ફોમ ક્યાં મળશે અંને અરજી ક્યાં કરવી?

આ સેવાનો લાભ હવે ઓનલાઈન સમાજ કલ્યાણ ની વેબસાઈટ પરથી મેળવી શકો છો.

ઓનલાઈન ફોર્મ ભર્યા બાદ ફોર્મ ની કોપી અને પુરાવાઓ વેરીફીકેશન માટે જીલ્લા અનુસુચિત જાતિ કલ્યાણ પ્રભાગ અધિકારી કચેરી ( આપના તાલુકા / જીલ્લા માં જેમને સત્તા આપેલ હોઈ ત્યાં ) જઈ તપાસ કરાવવાના રહેશે.

Similar Posts

2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *