દીનદયાળ ગ્રામીણ કૌશલ્ય યોજના

• દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના (DDU-GkY) ગ્રામીણ ગરીબ યુવક-યુવતીઓને રોજગાર સાથે જોડી
તેમના કૌશલ્ય વિકાસ માટેની યોજના છે જે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (એનઆરએલએમ) (NRLM) યોજનાનો ભાગ છે.
• ગ્રામીણ ગરીબ યુવક-યુવતીઓને સ્વદેશી તથા વિદેશી રોજગાર માટે કુશળ અને ઉત્પાદક કારીગર તૈયાર કરવાનો છે.
• આ યોજના હેઠળ ગ્રામીણ યુવક યુવતીઓને રોજગાર પૂરો પાડવાનો છે.
દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજનાની અમલવારી
• આ યોજનાના અમલીકરણ માટે પી.આઇ.એ. (પ્રોજેક્ટ ઈમ્પ્લીમેન્ટ એજન્સી) પીપીપી (પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ) મોડેલથી ચાલે છે.
પી.આઇ.એ. માટે ૭૫ ટકા તાલીમાર્થીઓને રોજ્ગારી (પ્લેસમેન્ટ) અપાવવી ફરજીયાત છે.
આ યોજના માટે કેન્દ્ર સરકાર અને રાજ્યસરકાર અનુક્રમે ૭૫ ટકા અને ૨૫ ટકા સહાય કરે છે.
લાભાર્થી પસંદીના નિયમો
• ડીડીયુ-જીકેવાયના લાભાર્થી ગરીબ પરિવારના ૧૮ થી ૩૫ વર્ષની ઉમરના ગ્રામીણ ગરીબ યુવક-યુવતી હોવા જોઈએ.
અથવા
(૧) મનરેગા યોજના અંતર્ગત જોબકાર્ડ ધારક પરિવાર કે જેને ૧૫ દિવસ મજુરી કામ કરેલ હોય.
(૨) આર.એસ.બી.વાય. કાર્ડધારક પરિવારના હોવા જોઈએ.
(૩) બીપીએલ / અંત્યોદય અન્ન યોજનાના કાર્ડધારક પરિવારના હોવા જોઇએ.
(૪) એનઆર એલએમ (NRLM) યોજનાના બીપીએલ એસએચજીમાં જોડાયેલ હોવા જોઇએ.
(૫) વર્ષ ૨૦૧૧ની વસ્તી ગણતરીના એસઇસીસી -૨૦૧૧ ની યાદીમાં નામ હોવું જોઇએ.
યોજનાથી મળવાપાત્ર લાભ
(૧) ૩ માસની વિનામૂલ્યે તાલીમ.
(૨) તાલીમ દરમ્યાન તાલીમના વિષય સિવાય ત્રણ અગત્યના વિષયોની તાલીમ.
૧. સામાન્ય અંગ્રેજી
ર. સોફ્ટ સ્કીલ (પર્સનાલીટી ડેવલોપમેન્ટ) અને
૩. સામાન્ય કોમ્પ્યુટર,
(૩) વિનામુલ્યે ગણવેશની સુવિધા
(૪) તાલીમ સેન્ટર ઉપર વિનામૂલ્યે વાઈફ઼ાઇ અને ક્લાસરૂમમાં ટેબલેટની સુવિધા.
(૫) તાલીમ લીધા બાદ રોજગારી મેળવેલ હોય અને
ત્રણ માસ સુધી નોકરી ચાલુ રાખનાર તમામ તાલીમાર્થીને ૨ માસથી ૬ માસ સુધી પ્રતિ માસ ૩,૧૦૦૦/- ની પીપીએસની જોગવાઈ,
જેમાં (૧) પોતાના જીલ્લામાં ર માસ (ર) અન્ય જીલ્લામાં ૩ માસ (3) અન્ય રાજ્યમાં ૬ માસસુધી પ્રતિ માસ રૂ. ૧૦૦૦/
(૬) તાલીમ પૂરી થયા બાદ એનસીવીટી ( નેશનલ કાઉન્સેલીંગ કોર વોકેશનલ ટ્રેનીંગ ) ભારત સરકાર ધ્વારા સર્ટીફીકેટ આપવામાં આવે છે.
લાભ ક્યાં થી મળે?
• તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારીશ્રી અને એનઆરએલએમ યોજનામાં તાલુકા લાઈવલી હુડ મેનેજરશ્રીનો સંપર્ક કરવો.