પ્રધાનમંત્રી આયુષ્માન કાર્ડ

પ્રધાનમંત્રી આયુષ્માન કાર્ડ
જરૂરી પુરાવા.
- પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજના હેઠળ નો લેટર
• રેશન કાર્ડ (નવો બારકોડ)
• આધાર કાર્ડ
ઉપરોક્ત પુરાવા લઇ જીલ્લાની સિવિલ હોસ્પિટલ અથવા સ્થાનિક csc સેન્ટર પર રૂબરૂ જઈ રૂ. ૩૦૨ પ્રતિ વ્યક્તિ ચૂકવી કાર્ડ બનાવી શકો છો
અન્ય સરકારી યોજનાની જાણકારી
મુખ્યમંત્રી ગ્રામોદય સરકારી યોજના 2021
Covid-19 Vaccination Registration
રાષ્ટ્રીય ગ્રામીણ આજીવીકા મિશન
આરસેટી (રૂરલ સેલ્ફ એમ્પ્લોયમેન્ટ ટ્રેનીંગ ઇન્સ્ટીટયુટ)
આયુષ્માન ભારત યોજનામાં કઈ કઈ બીમારીઓની સર્જરીઓ
આયુષ્માન ભારત યોજનામાં દેશનાં પ્રત્યેક ગરીબ નાગરિકને મોટી બીમારીઓ અને મોટા ઓપરેશન તેમજ હોસ્પિટલમાં કરવામાં આવતી પ્રક્રિયાનો લાભ વિનામૂલ્યે મળશે.
ઓપરેશનમાં બાયપાસ સર્જરી, મોતીયો, કોર્નિયલ ગ્રફ્ટીંગ, ઓર્થોપ્લાસ્ટી, છાતીમાં ફ્રેક્ચર, યુરોલોજીકલ સર્જરી, સીઝેરીયન ડીલીવરી, ડાયાલીસીસ, સ્પાઈન સર્જરી, બ્રેન ટ્યુમર સર્જરી તેમજ કેન્સરની વિવિધ સર્જરીઓ સર્જરીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
કુલ 1350 પ્રકારની સર્જરી, તપાસ અને પ્રોસીજરનો લાભ મળશે.
ગરીબ પરિવારમાં લગ્ન પછી આવેલી મહિલા તેમજ નવજાત બાળકને પણ યોજનાનો લાભ મળશે.
આયુષ્માન મિત્ર
આ યોજના અંતર્ગત હોસ્પિટલમાં દાખલ થનાર નાગરિકની મદદ માટે નેશનલ હેલ્થ એજન્સી દ્વારા દરેક હોસ્પિટલમાં એક ખાસ વ્યક્તિની નિમણુંક કરવામાં આવી છે
જેને આયુષ્માન મિત્ર નામ આપવામાં આવ્યું છે.
આયુષ્માન મિત્ર દર્દીનાં દાખલ થવાથી ડીસ્ચાર્જ થવા સુધીની તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કરવામાં મદદ કરશે તેમજ હોસ્પિટલ, સરકાર અને વીમા કંપની વચ્ચે કડીનું કામ કરશે.
ખાસનોંધ
• દરેક લાભાર્થીને વ્યક્તિદીઠ વાર્ષિક રૂ.૫,૦,000 સુધીનું ભારત સરકાર દ્વારા સુરક્ષા કવચ.
• વર્ષ ૨૦૧૧ માં ભારત દેશની વસ્તી ગણતરીના આધારે આર્થિક રીતે પછાત લોકોના થયેલા સર્વેમાં જણાવેલ પરિવારને
પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા છે.
• આમ, લીસ્ટમાં જો આપનું અથવા આપના પરિવારનું નામ નાં હોઈ તો નવા પરિવારોના નામ ઉમેરવાનું હાલ કોઈ
પ્રાવધાન નથી.
• પરંતુ જો આપ ગુજરાતમાં વસવાટ કરતા હોવ અને ૪ લાખ થી ઓછી પારિવારિક વાર્ષિક આવક ધરાવતા હોવ તો આપ
માં અમૃતમ વાત્સલ્ય કાર્ડ બનાવી સારવાર કરાવી શકો છો.