બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ
બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ

કોને લાભ મળે ?
• નવજાત શિશુથી ૧૮ વર્ષના તમામ બાળકો.
શું લાભ મળે?
(1) આરોગ્ય તપાસ અને સારવાર
(2) સંદર્ભ સેવા
(3) વિનામૂલ્યે ચશ્માં વિતરણ
(4) હ્રદય, કીડની તેમજ કેન્સર જેવા ગંભીર રોગની કીડની પ્રત્યારોપણ સહિતની સારવાર,
(5) કીડની, લીવર ટ્રાન્સપ્લાન્ટ, કોકલીયર ઇમ્પ્લાન્ટ અને બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ અને કબલકૂટની સારવાર.
(6) કપાયેલા હોંઠ, તાળવું (ક્લે લીપ/પેલેટ), ક્લબકૂટ, જન્મજાત બધિરતા જેવી જન્મજાત ખામીઓની સારવાર.
(7) જુવેનાઇલ ડાયાબીટીસ અને વાઇની બીમારીઓનો પણ સમાવેશ.
(8) માનસિક આરોગ્ય (મેન્ટલ હેલ્થ) નો સમાવેશ.
ક્યાં થી લાભ મળે ?
• આ યોજનાનો લાભ તમામ સરકારી દવાખાના, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સાર્વજનિક આરોગ્ય કેન્દ્ર, અર્બન હેલ્થ સેન્ટર
અને જનરલ હોસ્પિટલ.
અન્ય સરકારી યોજનાની જાણકારી
લાભ મેળવવાની પદ્ધતિ
• શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત આરોગ્ય તપાસ અને સારવાર આરોગ્ય ટીમ ધ્વારા કરવામાં આવે છે.
વધુ સારવારની જરૂર જણાય તો સી.એચ.સી./ હોસ્પિટલમાં સંદર્ભ સેવા આપવામાં આવે છે,
જેનું સંદર્ભ કાર્ડ તબીબી અધિકારી ધ્વારા ભરી આપવામાં આવે છે.
હૃદય, કીડની જેવી ગંભીર બીમારીવાળા બાળકોણે રાજ્યની માન્ય હોસ્પીટલમાં વિનામૂલ્યે સારવાર આપવામાં આવે છે.