બિનઅનામત વિદેશ અભ્યાસ લોન

0 minutes, 1 second Read

બિનઅનામત વિદેશ અભ્યાસ લોન

યોજનાનું સ્વરૂપ / લોન સહાયના ધોરણો:

• ધોરણ ૧૨ પછી સ્નાતક થયા પછી અનુસ્નાતક તેમજ પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા અથવા અન્ય નામથી ઓળખાતા સમકક્ષ અભ્યાસક્રમ માટે

વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે બિન અનામત વર્ગના વિધાર્થીઓ માટે કુલ રૂ. ૧૫ લાખની વિદેશ અભ્યાસ લૉન નિગમ તરફથી આપવામાં આવશે.

બિનઅનામત વર્ગ નાં વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે ગુજરાત સરકાર શ્રી દ્વારા આર્થિક સહાય આપવામાં આવે છે.

લાયકાતના ધોરણો ધોરણ ૧૨ માં ૬૦ કે તેથી વધુ ટકા

વ્યાજનો દર ૪% લેખે સાદું વાર્ષિક

આવક મર્યાદા વાર્ષિક ૬ લાખ કે તેથી ઓછી

બિનઅનામત વિદેશ અભ્યાસ લોન જરૂરી પુરાવાઓ

(૧) નિયત નમૂનાનું અરજીપત્રક

(૨) બાહેંધરી પત્રક

(૩) બિનઅનામત વર્ગનું પ્રમાણપત્ર

(૪) આવકનું પ્રમાણપત્ર

(૫) આધારકાર્ડની નકલ

(૬) શાળા છોડયાનું પ્રમાણપત્ર

(૭) ઘો-૧૦-૧૨ની માર્કશીટ – ધો-૧૨ પછીના સ્નાતક અભ્યાસની માર્કશીટ

(૮) વિદેશની યુનિવર્સીટીનો એડમીશન લેટર

(૯) પ્રતિવર્ષ ભરવાની થતી કી નો પુરાવોપાસપોર્ટની નક્લ

(૧૦) વિઝાની નકલ (જો મેળવેલ હોય તો)

(૧૧) પિતા/વાલીની મિલકતના વેલ્યુએશન સર્ટિ અને મિલક્તના આધારો

(૧૨) પિતા/વાલીની મિલકત ગીરો (મોર્ગેજ) કરવાની સંમતિ પત્ર

(૧૩) અરજદારના બેંક પાસબુકના પ્રથમ પાનાંની નકલ

લોન માટેની જામીન / દસ્તાવેજ

(૧) સમગ્ર લોનની કુલ રકમ રૂ.૭.૫૦ લાખ કે તેથી ઓછી હોય તો તેટલી રકમ ભરી શકે તેવા,

બે સધ્ધર જામૌનનું જામીન ખત રજૂ કરવાનું રહેશે.

(૨) લોનની રકમ રૂ।.૭.૫૦ લાખ કરતા વધુ હોય તો તે કુલ રકમ જેટલી રકમની,

પોતાની મિલ્કત નિગમની તરફેણમાં ગીરો કરવાની રહેશે.

• દરેક લોન લેનારે નિગમની તરફેણમાં સહી કરેલા પાંચ બ્લેન્ક(BLANK) ચેક આપવાના રહેશે.

લોનની પરત ચુકવણી

(૧) રૂ. ૫. લાખ સુધીની કુલ લોનના કિસ્સામાં અભ્યાસ પુરો કર્યાના

(૧/૧) ૧ વર્ષ બાદ ૫ વર્ષમાં એક સરખા માસિક હપ્તામાં ભરવાના રહેશે,

(૨) રૂ. ૫ લાખથી વધુની લોનના કિસ્સામાં અભ્યાસ પૂરો કર્યાના

(૨/૨) ૧ વર્ષ બાદ ૬ વર્ષમાં એક સરખા માસિક હપ્તામાં ભરવાના રહેશે,

• ભરપાઇ થતી લોનના નાણાં પ્રથમ વ્યાજ પેટે જમા લેવાનાં રહેશે.

• લોન લેનાર નિશ્ચિત સમય મર્યાદા પહેલા પણ લોનની પરત ચુકવણી કરી શકાશે.

Similar Posts