
મતદાર યાદી નામ દાખલ
મતદારયાદીમાં નામ દાખલ કરવા માટે
મતદારયાદીમાં નવું નામ દાખલ કરવા માટે ફોર્મ નં-૬ ભરવાનું હોય છે.
ફોર્મ ઓનલાઈન/ઓફલાઇન ભરતી વખતે નીચે મુજબ ની બાબતોનું ધ્યાન રાખવું.
જે વિધાનસભામાં નામ દાખલ કરવું છે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે તે સાચુ પસંદ કરવું
વિધાનસભાનું નામ ખબર ન હોય તો કુટુંબના સભ્ય અથવા પડોશીના ચૂંટણી કાર્ડના પાછળના ભાગમાં લખેલ વિધાનસભાનુ નામ જોઇ લેવું.
અપલોડ કરવામાં આવનાર તમામ ઇમેજ સ્પષ્ટ વાંચી શકાય તેવી હોવી જોઇએ.
નામ, અટક, સંબંધિનુ નામ – ( પિતા અથવા પતિ નુ નામ ) સંબધનો પ્રકાર – ( પિતા/ અથવા પતિ ),
રહેઠાણનો પુરાવો – હાલનું પોતાના અથવા પોતાના ફેમીલી મેમ્બરના નામનુ લાઇટબીલ/વેરાબીલ, (ભાડાનું મકાન હોય તો ભાડા કરાર કરજિયાત),
ફોટો- ( પાસપોર્ટ સાઈઝ ફોટો જોડવો ) ( સેલ્ફી ફોટો મુકવો નહીં )
મતદાર યાદી નામ દાખલ
અન્ય સરકારી યોજના માટેની જાણકારી
મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ સહાય યોજના
SC – ધંધાનું સ્થળ ખરીદવા વ્યાજ સહાય યોજના
મુખ્યમંત્રી ગ્રામોદય સરકારી યોજના 2021
Covid-19 Vaccination Registration
કુટુંબના સભ્ય અથવા પડોસીનો ચુંટણી કાર્ડનો નંબર ફેમીલી ડિટેલસ માં ફરજિયાત લખવો,
અગાઉના ચુંટણી કાર્ડની ઝેરોક્ષ અથવા તેનુ નંબર જો અગાઉ બનાવેલ હોય તો ડેક્લેરેશનમાં ફરજિયાત લખવુ.
બે જગ્યા ચૂંટણી કાર્ડમાં નામ ધરાવવો ગેરકાયદેસર છે .
તેથી પહેલા જુની વિધાનસભા કચેરીમાંથી અથવા જુના રહેણાંક વિસ્તારના BLO (બુથ લેવલ ઓફિસર) પાસે થી નામ કમી કરાવવું.
અને ત્યારબાદ જ નવી જગ્યાએ ફોર્મ ભરવુ, અથવા જુનો વોટીંગ કાર્ડ નમ્બર ફરજિયાત ઓનલાઇન ફોર્મમાં દર્શાવવુ.
ઓફલાઈન (મેન્યુઅલ) ફોર્મ ભરવા માટે
(૧) અવારનવાર મતદારયાદી સુધારણા કાર્યક્રમ થતો હોય છે
તે દરમ્યાન આપના મતદાન બુથના સરકાર નિયુક્ત BLO (બુથ લેવલ ઓફ઼િસર) નો સંપર્ક કરવો. અને ફોર્મ ભરવું.
(૨) આપની વિધાનસભા ને લગતી ચૂંટણી કચેરી નો સંપર્ક કરી ફોર્મ ભરી શકો છો