માનવ ગરિમા સરકારી યોજના

0 minutes, 2 seconds Read

માનવ ગરિમા સરકારી યોજના

• હાલમાં વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે રૂ. ૧,૨૦,૦૦૦/- અને શહેટી વિસ્તાર માટે રૂ.૧,૫૦,૦૦૦/- છે.

સહાયનું ધોરણ

• સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ, લઘુમતી જાતિ, વિચરતી અને વિમુક્ત જાતિના ઇસમોને,

તેઓનું જીવન ગરિમા પુર્ણ જીવી શકે

અને જાતે જ નાના વ્યવસાયોમાં સ્વરોજગારી મેળવી આર્થિક રીતે આત્મનિર્ભર બને તે માટે માનવ ગરીમા યોજના અમલમાં આવેલ છે.

• માનવ ગરીમા યોજનામાં દરજી કામ, વિવિધ પ્રકારની કેરી,પંચર કીટ,બ્યુટી પાર્લર, દુધ-દહીંવેચનાર,મોબાઇલ રીપેરીંગ વિગેરે

જેવા કુલ-૨૮ વ્યવસાય (ટ્રેડ) માં ૩,૨૫,૦૦૦/-ની મર્યાદામાં વિના મુલ્યે સાધન સહાય આપવામાં આવે છે.

આ યોજના હેઠળ ગુજરાત સરકાર શ્રી દ્વારા આર્થિક રીતે પછાત લોકોને ,

આત્મનિર્ભર બની ગરિમાપૂર્ણ જીવન જીવી શકે તે માટે સહાય કરવામાં આવે છે.

ગુજરાત સરકાર દ્વારા આર્થિક રીતે પછાત લોકો ને નાના વ્યવસાયોમાં સ્વરોજગારી માટે આર્થિક સહાય આપવામાં આવી રહી છે.

માનવ ગરિમા યોજના હેઠળ ટુલ / સાધન કીટ સ્વરૂપે સહાય આપવામાં આવે છે.

આ યોજનાનો અમલ તા. ૧/૪/૨૦૧૨ થી નિયામકશ્રી, અનુસૂચિત જાતિ કલ્યાણ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર મારફતે થાય છે.

માનવ ગરિમા સરકારી યોજના પ્રક્રિયા :

જિલ્લાના મદદનીશ કમિશનરશ્રી સમક્ષ નિયત નમૂનામાં દસ્તાવેજી પુરાવાના સહિતની અરજી રજુ કરવાની હોય છે

દસ્તાવેજના આધારે નિયમ અનુસાર મળવાપાત્ર લાભાર્થીઓને ટુલ / સાધન કીટસ આપવામાં આવે છે.

આ યોજના તા.૧/૪/૨૦૧૨ થી નિયામકશ્રી, અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી મારફત અમલ કરવા નિર્ણય થયેલ છે.

આ યોજનાનાં અમલથી વર્ષ ૨૦૧૧-૧૨ પછી કુલ ૬૧૯૫૦ લાભાર્થીઓને રૂ. ૨૧.૮૦ કરોડની સહાય આપવામાં આવેલ છે.

માનવ કલ્યાણ સરકારી યોજના

રજુ કરવાના ડોક્યુમેંટ

(૧) આધાર કાર્ડ – રેરાન કાર્ડ

(૨) અરજદારનાં સ્હેઠાણનો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ રેશનકાર્ડ)

(૩) અરજદારની જાતિ પેટાજાતિનો દાખલો

(૪) તાલુકા વિકાસ અધિકારી / મામલતદાર દ્વારા આપેલ વાર્ષિક આવકનો દાખલો

(૫) અભ્યાસનો પુરાવો

(૬) વ્યવસાય લક્ષી તાલીમ લીધેલી હોય તો તેનો પુરાવો

(૭) બાહેધરી પત્રક

(૮) અરજદારના કોટો

ફોર્મ કયાં મળશે અને અરજી કયાં કરવી?

• આ સેવાનો લાભ હવે ઓનલાઇન સમાજ કલ્યાણ ની વેબસાઈટ પરથી મેળવી શકો છો.

• ઓનલાઇન ફોર્મ ભર્યાબાદ કોર્મ ની કોપી અને પુરાવાઓ વેરીફીકેશન માટે મામલતદાર કયેરી / તાલુકા વિકાસ અધિકારી કચેરી કરાવવાના રહેશે,

Similar Posts