રાષ્ટ્રીય ગ્રામીણ આજીવીકા મિશન

• ગ્રામીણ ગરીબ પરિવારની મહિલાઓને સમૂહના માધ્યમથી ગરીબીમાંથી બહાર લાવી તેની આજીવિકામાં વધારો થાય.
આ યોજના હેઠળ ગુજરાત સરકાર શ્રી દ્વારા ગુજરાતની મહિલાઓને સહાય પૂરી પાડવામાં આવે છે.
લાભ કોને મળે?
(૧) ગ્રામ્ય ગરીબ પરિવારની મહિલાઓ જે તે ગામના રહીશ હોવા જોઈએ.
(૨) બી.પી.એલ. પરિવારના હોવા જોઈએ
(3) વર્ષ ૨૦૧૧ની એસીઇસી SCEC યાદીમાં નામ હોવું જોઇએ
(૪) ગ્રામ પંચાયત ધ્વારા ઠરાવ સ્વ સહાય જુથમાં જોડવા અંગેનો ઠરાવ થયેલ હોય,
કેટલો લાભ મળે?
(૧) ગ્રામીણ ગરીબ પરિવારની મહિલાઓને સ્વસહાય જુથમાં જોડાયા બાદ નીચે મુજબના લાભ મળવાપાત્ર છે.
(૨) મંડળની રચના બાદ એસએચજીને ૩. ૧૦,૦૦૦/- થી રૂ. ૧૫,૦૦૦/- રીવોલ્વીંગ ફંડ મળવાપાત્ર છે.
(3) સ્વસહાય જુથને રૂ.૨૫૦૦/- (બે હજાર પાંચસો) સ્ટાર્ટઅપ કંડ અને ગ્રામ્ય સંગઠનને રૂ. ૫૦,૦૦૦/- (પચાસ હજાર) સ્ટાર્ટઅપ કંડ મળવાપાત્ર છે.
(૪) દરેક સ્વ સહાય જૂથને રૂ. ૨,૦૦,૦૦૦/- થી રૂ. ૫,૦૦,૦૦૦/- કેસ ક્રેડીટ લોન બેંક મારફત મળી શકે છે.
(૫) કેશ ક્રેડીટ લોન પર પ (પાંચ) ટકા વ્યાજ સહાય મળવાપાત્ર છે.
(૬) પ્રત્યેક ગ્રામ સંગઠન દીઠ વધુમાં વધુ ૩.૭ લાખ કોમ્યુનીટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ મળવાપાત્ર છે.
(૭) એક એસએચજીને રૂ. ૭૦૦૦૦/- કોમ્યુનીટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ મળવાપાત્ર છે.
(૮) વિનામૂલ્યે સ્વ રોજગારી તાલીમ આપી ઉત્પાદિત વસ્તુના વેચાણ માટેની માર્કેટ વ્યવસ્થા પૂરી પાડવામાં આવે છે.
ઉપરોક્ત નાણાકીય ભંડોળમાંથી સભ્યને આંતરિક ધિરાણ પેટે સહાય મળે છે.
એસેચજીમાં જોડાયેલ સભ્યના ૧૮ થી ૩૫ વર્ષના યુવક-યુવતીઓને વિનામૂલ્યે સ્વરોજલક્ષી તાલીમ આપી રોજગારીની તક પૂરી પાડવામાં આવે છે.
યોજના હેઠળ જુદી જુદી કેદાર હેઠળ લાયકાત અનુસાર સખી મંડળના સભ્યની પસંદગી કરી આજીવિકાની તક આપવામાં આવે છે.(બેંક મિત્ર, બેંક સખી, બુક કીપર, વીમા સખી, કૃષિ મિત્ર, પશુ સખી, બી.સી. સખી).
રાષ્ટ્રીય ગ્રામીણ આજીવીકા મિશન માટે જરૂરી પુરાવાઓ
(૧) બારકોડેડ રેશનકાર્ડની પ્રમાણિત નકલ
(૨) ગ્રામ્યમાં બીપીએલ સ્કોર નંબર સાથે / શહેરી વિસ્તાર માટે સુવર્ણ રોજગારી કાર્ડની નકલ / આવકનો દાખલો
(૩) ચૂંટણી કાર્ડની નકલ
(૪) આધાર કાર્ડની નકલ
ક્યાં થી લાભ મળે?
• તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારીશ્રી અને એનઆરએલએમ (NRLM) યોજનામાં તાલુકા લાઇવલી હુડ મેનેજરશ્રીનો સંપર્ક કરવો.