વ્હાલી દીકરી યોજના

0 minutes, 3 seconds Read

વ્હાલી દીકરી યોજના


શું લાભ મળશે?

(1) દીકરી ના પહેલા ધોરણમાં પ્રવેશ વખતે રૂ,૪000/-ની સહાય.

(2) દીકરી ધોરણ-૯માં આવે ત્યારે ૨૫00/-ની સહાય,

(3) દીકરી 18 વર્ષની વય વટાવે ત્યારે તેને રૂ.૧,00,000/- ની આર્થિક સહાય,

દીકરી પુખ્ત વયની થતા ઉચ્ચ શિક્ષણ અને તેના લગ્ન પ્રસંગ માટે યોજના અંતર્ગત સહાય.

લાભ લેવા માટે પાત્રતા

તા.૦૨/o૮/ર૦૧૯ કે ત્યારબાદ જન્મેલ દીકરીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.દીકરી જન્મના એક વર્ષની સમયમર્યાદામાં નિયત નમુનાના આધાર પુરાવા સહીતની અરજી કરવાની રહેશે.)

દંપતીની પ્રથમ ૩ સંતાનો પૈકીની તમામ દીકરીઓને યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.

અપવાદરૂપ કિસ્સામાં બીજી ત્રીજી પ્રસુતિ વખતે કુટુંબમાં એક કરતા વધારે દીકરીઓનો જન્મ થાય અને દંપતીની દીકરીઓની સંખ્યા ત્રણ કરતા વધુ થતી હોય તો પણ તમામ કરીને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે.

બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ ૨૦૦૬ ની જોગવાઈઓ મુજબ પુખ્તવયે લગ્ન કરેલ છે તેવા દંપતીની દીઓને જ આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.

અન્ય સરકારી યોજના ની જાણકારી

ખેતીવાડી લગતી સરકારી યોજના

ટ્રેક્ટર સહાય ખેડૂત યોજના

ખેડૂત ખાતેદારને મુત્યુ વીમો

પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના

મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ સહાય યોજના

કિસાન ક્રેડીટકાર્ડ યોજના

Covid-19 Vaccination Registration

વ્હાલી દીકરી યોજના લાભ મેળવવા માટે જરૂરી પુરાવા

(1) દીકરીના માતા-પિતાનો સંયુક્ત આવકનો દાખલો (૨,૦૦,૦૦૦ થી ઓછી આવક મર્યાદા)

(2) દીકરીના માતા-પિતા નાં આધાર કાર્ડ

(3) દીકરીના માતા-પિતાનું જન્મનો પુરાવો (શાળા છોડ્યાનું પ્રમાણપત્ર/જન્મ દાખલો)

(4) દીકરીના માતા-પિતા નું રહેઠાણ નો પુરાવો (લાઈટબીલ/વેરાબિલ)

(5) દીકરી નો જન્મનો દાખલો

(6) દીકરીના માતાનો જન્મદાખલો/શાળા છોડ્યાનું પ્રમાણપત્ર

(7) દંપતીના જન્મેલા અને હયાત બાળકોના જન્મના દાખલા

(8) વ્હાલી દીકરી યોજનાના સંદર્ભમાં સોગંધનામું

  • યોજનાનું ફોર્મ અને લાભ લેવા જીલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારી ની કચેરી, ગ્રામપંચાયત, યુસીડી સેન્ટર અથવા સ્થાનિક આંગણવાડીનો સંપર્ક કરવો.


  • યોજનાનું ફોર્મ

Similar Posts