Internet Banking SBI
SBI Internet Banking: આજે અમુક જ એવા લોકો હશે કે જેમની પાસે બેંકમાં એક પણ ખાતું નઈ હોય, કારણ કે આજના ડીજીટલ યુગમાં બેંક ખાતા વગર ઘણા બધા કામો અટવાઈ જતા હોય છે. મોટાં મોટાં વેપારીઓ (ધંધાર્થીઓ) થી લઈને સામાન્ય માણસ પાસે પણ પોતાનું એક બેંક અકાઉન્ટ તો હોય જ છે. આજે બેંકમાં જઈને પોતાનું કામ સમયસર થાય તે ખુબ જ મુશ્કેલ છે, કારણ કે બેંકોમાં હાલ ખુબ જ ટ્રાફિક જોવા મળે છે. આમ, બેંકનું કોઈ કાર્ય કરવા માટે બેંકમાં જઈએ તો ઘણો બધો સમય લાગી જાય છે.
જેમ જેમ બેંકોમાં ગ્રાહકોની સંખ્યામાં વધારો થતો ગયો તેમ તેમ બેંકો દ્વ્રારા પણ નવી નવી સુવિધા શરૂ કરવામાં આવી છે, જેમાં મોબાઈલ બેંકિંગ (Mobile Banking), ઈન્ટરનેટ બેંકિંગ (Internet Banking), ATM સવિર્સ (ATM Service) તથા એસએમએસ બેંકિંગ (SMS Banking) વગેરેનો સમાવેશ થાય છે. બેંકના ગ્રાહકો આ સેવાઓનો લાભ લઈને મોટાં ભાગના બેંકિંગ કાર્યો પોતાના મોબાઈલ દ્વારા ઘરે બેઠાં જ પુર્ણ કરી શકે છે.
ઈન્ટરનેટ બેંકિંગ (Internet Banking) શું છે? ઈન્ટરનેટ બેંકિંગથી ક્યાં ક્યાં લાભો મળે છે? તથા ઈન્ટરનેટ બેંકિંનો ઉપયોગ કરતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું તે અંગેની સંપુર્ણ માહિતી જાણવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો.
ઘણી બધી બેંકોમાં ઈન્ટરનેટ બેંકિંગ શરૂ કરવા માટે બેંકે જવું પડે છે પણ કેટલીક બેંકો એવી પણ છે જેની ઈન્ટરનેટ બેંકિંગ સેવા ઘરે બેઠાં ચાલુ (Active) કરી શકાય છે. આજે અહીં આપણે ઈન્ટરનેટ બેંકિંગ (Internet Banking) કઈ રીતે શરૂ કરવી તે અંગેની માહિતી મેળવીશું.

SBI માં ઈન્ટરનેટ બેંકિંગ (SBI Internet Banking) સેવા કેવી રીતે શરૂ કરવી?
ભારતની જાહેર ક્ષેત્રની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (State Bank Of India – SBI) ઘરે ઈન્ટરનેટ બેંકિંગ/ ઓનલાઈન બેંકિંગ/ નેટ બેંકિંગ ઓફલાઈન અને ઓનલાઈન બન્ને રીતે એક્ટીવ (ચાલુ) કરી શકાય છે. ઈન્ટરનેટ બેંકિંગ ઓફલાઈન રીતે શરૂ કરવા માટે તમારે બેંકે જવું પડશે અને ઓનલાઈન શરૂ કરવા માટે તમારી પાસે ATM કાર્ડ હશે તો ઘરે બેઠાં બઠાં બેંકની આ સેવા એક્ટીવ કરાવી શકો છો.
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (State Bank Of India – SBI) ના ગ્રાહકોએ ઈન્ટરનેટ બેંકિંગ સેવા શરૂ કરવા માટે પોતાના બેંક ખાતામાં મોબાઈલ નંબર લિંક હોવો જરૂરી છે. ઘરે બેઠાં મોબાઈલ કે લેપટોપ/ કોમ્પ્યુટર દ્વારા ઈન્ટરનેટ બેંકિંગ સેવા શરૂ કરવા માટે તમારે નીચે મુજબની પ્રોસેસ કરવાની રહેશે.
(1) સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (State Bank Of India – SBI) ના ગ્રાહકોએ ઈન્ટરનેટ બેંકિંગ શરૂ કરવા માટે સૌપ્રથમ SBI ની ઓફીશિયલ વેબસાઈટ https://www.onlinesbi.com/ પર જવું પડશે.
(2) SBI ની અધિકૃત વેબસાઈટ ખુલ્યા પછી, તમારે “New User Registration” પર ક્લિક કરવું પડશે.
(3) આ પછી, એક નવી ટેબ ખુલશે, જેમાં “New User Registration” પસંદ કરી Next બટન પર ક્લિક કરો.
(4) ત્યાર પછી, ગ્રાહકને તેની વ્યક્તિગત માહિતિ પુછવામાં આવશે, જેમાં તમારે તમારો ખાતા નંબર (Account Number), CIF નંબર (Customer Identification File – CIF Number), તમારી બ્રાચનો કોડ દાખલ કરવો પડશે, જે તમને તમારી બેંક પાસબુકમાં મળી રહેશે.
(5) આ પછી તમારે તમારો દેશ પસંદ કરી, રજીસ્ટર મોબાઈલ નંબર અને “Transaction Rights” પસંદ કરી કેપ્ચા કોડ દાખલ કરી “Submit” બટન પર ક્લિક કરો.
(6) આ પછી તમારા રજીસ્ટર મોબાઈલ નંબર એક OTP (One Time Password) આવશે તે દાખલ કરી ”Confirm” બટન પર ક્લિક કરો.
(7) આ પછીના સ્ટેપમાં તમારી પાસે ATM કાર્ડ હોય તો “I Have my ATM Card” પર ક્લિક કરો. ATM કાર્ડ ન હોય તો તમારે ”I do not have my ATM Card” પર ક્લિક કરવાનું રહેશે, ATM કાર્ડ ન હોય તો તમારે તમારી બેંકમાં જઈને તમારી ઈન્ટરનેટ બેંકિંગ સેવા શરૂ કરવાની રહેશે.
(8) આ પછી તમારા ATM કાર્ડની વિગતો જેમકે કે કાર્ડની વેલિડિટી, કાર્ડ ધારકનું નામ, ATM નો પિન નંબર (ATM Pin) અને કેપ્ચા કોડ દાખલ કરી ”PROCEED” ના બટન પર ક્લિક કરો.
(9) ત્યાર પછી તમારે તમારુ યુઝર નેમ (Username) અને નવો લોગ ઇન પાસવર્ડ (New Login Password) સેટ (બનાવવાનો) રહેશે. જે તમારે ઈન્ટરનેટ બેંકિંગમાં લોગ ઈન કરવા જરૂર પડશે. યુઝર નેમ અને પાસવર્ડ દાખલ કરી “Term & Conditions” ના બોક્સ પર ટીક કરો અને “Submit” બટન પર ક્લિક કરો.
(10) આ પછી તમારું ઈન્ટરનેટ બેંકિંગ રજીસ્ટર થઈ જશે. આ પછી તમારે SBI ની અધિકૃત વેબસાઈટ https://www.onlinesbi.com/ પર યુઝર નેમ (Username) અને પાસવર્ડ (Password) દ્વારા લોગ ઈન કરવાનું રહેશે.
(11) લોગ ઈન થઈ ગયા પછી તમારે ઈન્ટરનેટ બેંકિંગનો પ્રોફાઈલ પાસવર્ડ (Profile Password) સેટ કરવો પડશે. પ્રોફાઈલ પાસવર્ડ સેટ કરવા માટે તમારે “Hint Question” અને “Hint Answer” તથા તમારી જન્મતારીખ અને જન્મસ્થળ અંગેની વિગતો દર્શાવવી પડશે. આ પ્રોફાઈલ પાસવર્ડ તમારી ઈન્ટરનેટ બેંકિંગમાં કોઈ પણ ફેરફાર કરવા માટે ઉપયોગી થશે.
(12) આ તમામ પ્રોસેસ પુર્ણ થયા બાદ તમે તમે SBI ની ઈન્ટરનેટ બેંકિંગ સેવાનો લાભ લઈ શકશો. આ સિવાય પણ તમે SBI તરફથી બહાર પાડવામાં આવેલ એપ્લીકેશન “YONO SBI” અને “Yono Lite SBI” દ્વારા પણ ઈન્ટરનેટ બેંકિંગની સર્વિસ શરૂ કરી શકો છો.