MYSY

MYSY-મુખ્યમુંત્રી યુવા સ્વાવલંબન યોજના
સહાય મેળવવાની પાત્રતાના ધોરણો
- ડીપ્લોમાં કક્ષાના અભ્યાસક્રમો માટે ગુજરાત માધ્યમિક અનર ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ,
- ગાંધીનગર અથવા અન્ય માન્ય બોર્ડની ગુજરાતમાંથી ધોરણ ૧૦ની પરીક્ષામાં ૮૦.૦૦ કે તેથી વધુ
- પરસેનટાઇલ મેળવનાર વિદ્યાર્થીઓને આ યોજના નો લાભ મળશે
સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો માટે ગુજરાત માધ્યમિક અનર ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ,
ગાંધીનગર અથવા અન્ય માન્ય બોર્ડની ગુજરાતમાંથી ધોરણ ૧૨ વિજ્ઞાનપ્રવાહ. અને સામાન્યપ્રવાહ ની
પરીક્ષામાં ૯૦ કે તેથી વધુ પરસેનટાઇલ મેળવનાર વિદ્યાર્થીઓને આ યોજના નો લાભ મળશે
રૂ. ૪,૫૦,૦૦૦/- ( અંકે રૂપિયા ચાર લાખ પચાચ હજાર પુરા ) સુધીની વાર્ષિક આવક ધરાવતા વાલીઓના
સંતાનો સહાય મેળવવા માટે લાયક ગણાશે . વાર્ષિક આવક નું પ્રમાણપત્ર મામલતદાર શ્રી / તાલુકા વિકાસ
અધિકારીશ્રી પાસે થી મેળવવાનું રહેશે
ડીપ્લોમાં અને સ્નાતક અભ્યાસક્રમ પ્રથમ વર્ષ પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ ને તેમના અભ્યાસક્રમ ના નિયત સમય ગાળા સુધી સહાય મળવાપાત્ર થશે.
સ્વ-નિર્ભર અભ્યાસક્રમો એન.આર.આઈ. બેઠકો પર પ્રવેશ મેળવવા વિદ્યાર્થીઓને આ યોજના હેઠળ લાભ
મળવાપાત્ર થશે નહિ . આ યોજના હેઠળ નીચે મુજબ સહાય મળવાપાત્ર રહેશે.
પાત્રતા ધરાવતા વિધ્યાથીઓને ધોરણ ૧૨ પછીના ઉચ્ચ શિક્ષણ ના સ્નાતક કક્ષાના. મેડીકલ અને ડેન્ટલ ના
સરકાર માન્ય સંસ્થા ના સ્વ-નિર્ભર અભ્યાસક્રમો માટે નિયત થયેલ વાર્ષિક ટ્યુશન ફી ની ૫૦ % રકમ અથવા
રૂપિયા ૨.૦૦.૦૦૦/- તે બે પૈકી જે ઓછુ હોય તેટલી સહાય દર વર્ષે મળવાપાત્ર થશે.
પાત્રતા ધરાવતા વિધ્યાથીઓને ધોરણ ૧૨ પછીના ઉચ્ચ શિક્ષણ ના સ્નાતક કક્ષાના
પ્રોફેશનલ કોર્ષ.જેવા કે ટેક્નીલોજી,ફાર્માસી, આર્કિટેક, અગ્રીકલ્સર,આયુર્વેદ, હોમીઓપેથી ,નર્સિંગ પેરા -મેડીકલ વેટરનીટી જેવા સરકાર માન્ય સંસ્થાના સ્વ-નિર્ભર અભ્યાસક્રમો માટે નિયત થયેલ,
વાર્ષિક ટ્યુશન ફી ની ૫૦ % રકમ. અથવા રૂપિયા ૫૦.૦૦૦/- તે બે પૈકી જે ઓછુ હોય તેટલી સહાય દર વર્ષે
મળવાપાત્ર થશે.
પાત્રતા ધરાવતા વિધ્યાથીઓને ધોરણ ૧૨ પછીના ઉચ્ચ શિક્ષણ ના સ્નાતક કક્ષાના.
જેવા કે બી એસ સી , બી.કોમ, બી.એ ,બી.બી.એ, બી.સી.એ, એસ જેવા સરકાર માન્ય સંસ્થા ના સ્વ-નિર્ભર
અભ્યાસક્રમો માટે નિયત થયેલ વાર્ષિક ટ્યુશન ફી ની ૫૦ % રકમ. અથવા રૂપિયા ૧૦.૦૦૦/- તે બે પૈકી જે ઓછુ
હોય તેટલી સહાય દર વર્ષે મળવાપાત્ર થશે.
પાત્રતા ધરાવતા વિધ્યાર્થીઓને ધોરણ ૧૦ પછી ના સરકાર માન્ય સંસ્થાના ડીપ્લોમાં સ્વ-નિર્ભર અભ્યાસક્રમો
માટે નિયત થયેલ વાર્ષિક ટ્યુશનફી ની ૫૦% રકમ અથવા રૂપિયા ૨૫૦૦૦/- તે બે પૈકી જે ઓછુ હોઈ તે
મળવાપાત્ર થશે.
સરકારી મેડીકલ ઇજનેરી કોલેજોમાં જનરલ બેઠકો પર અનામત કક્ષાના વિદ્યાર્થીઓ જે સંખ્યામાં પ્રવેશ મેળવે.
અને તેના કરને જનરલ કેટગરી ના જે સંખ્યામાં વિદ્યાર્થીઓને સ્થળાંતરકરવું પડે અને છેલ્લેજો કોઈ પણ સરકારી
કોલેજ માં તેઓને પ્રવેશ ના મળે. અને ફરજિયાતપણે એ સ્વ-નિર્ભર કોલેજ પ્રવેશ મેળવો પડે.
તો આવા આ યોજના હેઠળ પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને પ્રવેશ મેળવેલ સ્વ-નિર્ભર કોલેજ અનર સરકારી
કોલેજ વચ્ચેની ટ્યુશન ફી ના તફાવત ની રકમ સહાય પેટે મળવાપત્ર છે .
અન્ય સરકારી યોજનાઓની માહિતી ની જાણકારી
MYSY જરૂરી પુરાવાઓ
- અરજદાર ના પિતાનો આવકનો દાખલો ( સક્ષમ અધિકારી પાસેથી )
- સેલ્ફ ડેકલેરેશન ફોર્મ
- એડ્મીશન લેટર
- બેંક પાસબૂક
- ટ્યુશન ફી ની રસીદ
- પાનકાર્ડ ( પિતાનું )
- રેશન કાર્ડ
- આધાર કાર્ડ
- કોલેજ નો MYSY શિષ્યવૃત્તિ બાબતે લેટર
- ઇન્કમ- ટેક્ષ રીટન
- રીટન ના ભરતા હોઈ તો રીટન ભરવાપાત્ર આવક ના હોવાનું ડીકલેરેશન ફોર્મ
- પાસપોર્ટ સાઈઝ ફોટો
- ધોરણ ૧૨ ની માર્કશીટ