pradhanmantri aawas yojana

(૧) કેન્દ્ર સરકાર ધ્વારા દેશના ગ્રામીણ અને શહેરી વિસ્તારોને વર્ષ ૨૦૨૨ સુધી
(૨) ઝુપડપટ્ટી-મુક્ત અને જીરત મકાન નું નવેસર થી બાંધકામ કરવા માટે-
(૩) “સૌના માટે આવાસ” હાઉસિંગ ફોર ઓલ મિશન તા.૨૫-૦૬-૨૦૧૫ના રોજ જાહેર કરવામાં આવેલ છે.
પ્રધાનમંત્રી આવાસ યોજના યોજનાની ઝાંખી અને વિશેષતાઓ
(૧) લાભાર્થી એક પરિવાર તરીકે વ્યાખ્યાયિત જેમાં પતિ,પત્ની અને અપરણિત બાળકોનો સમાવેશ.
– પોતાની જમીન ધરાવતા વ્યક્તિઓને આવાસ(મકાન) બાંધકામ કરવાના હેતુસર સહાય.
(૨) રૂ. ૩ લાખ સુધીની સંયુક્ત વાર્ષિક આવક મર્યાદા ધરાવતા કુટુંબને સહાય મળવાપાત્ર.
(૩) લાભાર્થી પાસે આધારકાર્ડ અને બેંક એકાઉન્ટ નંબર હોવું ફરજીયાત.
(૪) આવાસ પરિવારની મુખ્ય સ્ત્રી ના નામ પર અથવા તો પરિવારના મુખ્ય પુરુષ અને તેની પત્નીના સંયુક્ત નામે કરવાના રહેશે.
(૫) લાભાર્થીએ NBC ના કોડ અને સ્થાનિક GDCR મુજબ આવાસનું નિર્માણ કરવાનું રહેશે.
pradhanmantri aawas yojana
પ્રધાનમંત્રી આવાસ યોજના વ્યાપ
લાભાર્થી પોતાની માલિકીની ખુલ્લી જમીન પર ૩૦.૦૦ ચો.મી. કાર્પેટ વિસ્તાર સુધીનું નવું પાકું મકાન બાંધી શકે છે,
30.00 ચો.મી, કાર્પેટ વિસ્તાર સુધીના મકાન બાંધકામ માટે લાભાર્થીને સહાય મળવાપાત્ર થશે.
મળવાપાત્ર સહાય
(૧) કુલ મળવાપાત્ર રકમ રૂ. રૂ.૫૦,૦૦૦ (રૂ. ત્રણ લાખ પચાસ હજાર)
(૨) જેમાં કેન્દ્ર સરકાર ની સહાય રૂ.૧,૫૦,૦૦૦ (રૂ.એક લાખ પચાસ હાજર) ની સ્હેશે.
અને રાજ્યસરકાર ની સહય રૂ.૨,૦૦,૦૦૦ (રૂ.બે લાખ) ની રહેશે.
અન્ય સરકારી યોજનાઓની માહિતી
મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ સહાય યોજના
SC – ધંધાનું સ્થળ ખરીદવા વ્યાજ સહાય યોજના
મુખ્યમંત્રી ગ્રામોદય સરકારી યોજના 2021
Covid-19 Vaccination Registration
લાભાર્થીની પાત્રતા
(૧) જમીન નો માલિક અરજદાર પોતે હોવો જોઈએ.
(અરજદારના કુટુંબના કોઈ પણ સભ્ય ભારતભરમાં પાકું મકાન ધરાવતા ન હોવા જોઈએ.
(૩) કૌટુંબિક વાર્ષિક આવક રૂ.3,00,000/- થી વધુ ન હોવી જોઈએ.
(૪) અરજદારે PMAY (પ્રધાનમંત્રી આવાસ યોજના) ના અન્ય કોઇપણ ઘટક હેઠળ
તેમજ ભારત સરકારની બીજી કોઇપણ યોજનાનો લાભ લીધેલ ન હોવો જોઈએ.
અરજદારે રજુ કરવાના કરજીયાત પુરાવા
(૧) જમીન માલિકી ના પુરાવા(પાક દસ્તાવેજની નકલ/સીટી સર્વે પ્રોપર્ટી કાર્ડ/૭-૧૨ ની નક્લ)
(૨) લાભાર્થીના કુટુંબની વાર્ષિક આવક દર્શાવૌ મામલતદારશ્રી/તલાટી નો દાખલો લાખ થી પછી આવક મર્યાદા)
(૩) લાભાર્થી ના કુટુંબના કોઈપણ સભ્ય ભારતભરમાં પાકું મકાન ધરાવતા ન હોવા અંગેનું ૩.૫૦ ના સ્ટેમ્પ પેપર ઉપર નોટરાઇઝડ સૌગંધનામું,
(૪) આધારકાર્ડ ની નકલ (કુટુંબ ના દરેક સભ્યની)
(૫) મતદાનકાર્ડ ની નકલ
(૬) બેંક પાસબુક / કૅન્સલ ચેક
(૭) રહેઠાણનો લાભાર્થી સાથેનો ફોટો
(૮) લાભાર્થીનો પાસપોર્ટ સાઇઝ ફોટો
(૯) નોટરાઇઝ્ડ સંમતિપત્ર.
લાભ મેળવવા અરજી કર્યા કરવી ?
(૧) મહાનગર પાલિકા વિસ્તારના રહીશો એ મહાનગર પાલિકા ની સ્લમ અપગ્રેડેશન કચેરી નો સંપર્ક કરવો.
(૨) જીલ્લા કે નગર પાલિકા વિસ્તાર ના રહીશો એ સ્થાનિક નગરપાલિકા કે જીલ્લા પંચાયત કચેરી નો સંપર્ક કરવો,
(૩) ગ્રામ્ય વિસ્તારમાં રહેતા રહીશો એગ્રામ પંચાયત કચેરી નો સંપર્ક કરવો.